(INFO) What is the Internet? ઈન્ટરનેટ એટલે શું ?

ઇન્ટરનેટ શબ્દને આજે સૌ કોઈ જાણે છે. નાના બાળકો હોય કે મોટી ઉંમરના વૃદ્ધ સૌ કોઈ ઇન્ટરનેટ નો પ્રયોગ કઈ રીતે કરવો તે શીખી ગયા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ટરનેટ આજના સમયમાં આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. સાથે ઇન્ટરનેટના કારણે આપણા અનેક અઘરા કામો સરળ પણ બની ગયા છે.

અગત્યની લિંક

 

આજથી સો વર્ષ પહેલાની વાત કરીએ તો એ સમયમાં કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એક સમયે આવો પણ આવશે જ્યારે ઇન્ટરનેટ ના કારણે વિશ્વની અઢળક માહિતીઓનો ખજાનો માણસની આંગળીઓના ટેરવા પર આવી જશે. અને જેના કારણે દુનિયાના લગભગ તમામ દેશો એકબીજા સાથે સાવ નજીકથી જોડાઈ જશે. અને લોકોનું એકબીજા સાથે સંપર્ક કરવાનું સાવ સરળ બની જશે.

ઇન્ટરનેટ આજના સમયમાં આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. પછી ભલે તે ઘર કામ હોય કે ઓફિસનું કામ હોય ઇન્ટરનેટ માણસ માટે જરૂરી બની ગયું છે. કદાચ આજ કારણે ઇન્ટરનેટ ને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનનું સૌથી લોકપ્રિય શોધ પણ ગણવામાં આવે છે. ઇન્ટરનેટના કારણે વિશ્વભરના અનેક નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા છે જેથી આપણે ઇન્ટરનેટને નેટવર્કોનું નેટવર્ક પણ કહીએ તો કંઈ ખોટું નહીં કહેવાય.

ઈન્ટરનેટ એટલે શું ?

અગાઉના સમયમાં જ્યારે લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા નહોતી ત્યારે લોકોને સામાન્ય અને સરળ કામો માટે પણ ઘણો પરિશ્રમ કરવો પડતો. અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. દાખલા તરીકે રેલ્વેની ટિકિટ મેળવવા માટે, ઇલેક્ટ્રિસિટી નું બિલ ભરવા માટે કે અલગ અલગ વિભાગોમાં અરજીઓ આપવા માટેના કામ અર્થે અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. પરંતુ આધુનિક સમયમાં હવે લોકો ને આ કામો કરવા સાવ સરળ પડી ગયા છે હવે માત્ર અમુક ક્લિક કરવાથી જ ટિકિટ બુકિંગ કરવા જેવા કામો થઈ શકે છે. સાથે જ તેની એક સોફ્ટ કોપી પણ મોબાઇલમાં સેવ કરીને રાખી શકાય છે.

ઇન્ટરનેટ એક રીતે કોઈ શોધ ન ગણી શકાય. ઇન્ટરનેટ એ ટેલિફોન, કોમ્પ્યુટર તથા બીજી ટેકનીક નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ એક વ્યવસ્થા છે. જેમાં સુચના અને ટેકનિકલ બાબતોનો મિશ્ર ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઈન્ટરનેટ કઈ રીતે કામ કરે છે ?

ઇન્ટરનેટ નું કામ સામાન્ય રીતે તો બે કે તેથી વધુ કોમ્પ્યુટર ને અરસપરસ જોડવાનું છે. ઇન્ટરનેટ માટે એક સર્વ સર્વર રૂમ હોય છે જેમાં બધી માહિતીઓ સ્ટોર થયેલી હોય છે. આ સર્વર 24 કલાક સતત કામ કરે છે. આ સર્વરને ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા જોડવામાં આવેલા હોય છે. ઇન્ટરનેટ સામાન્ય રીતે તો સેટેલાઈટ દ્વારા કામ કરે છે પરંતુ તેની સ્પીડ ઘણી ઓછી હોય છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ આપણા વાળ કરતાં પણ પાતળા હોય છે જેને સમુદ્રના તળિયામાં રાખવામાં આવે છે. અને આ રીતે તેને બીજા દેશો સુધી મોકલેલા હોય છે. પહેલાના સમયમાં ઇન્ટરનેટની સુવિધા ફક્ત ટેલીફોન કનેક્ટિવિટી સાથે જ મળતી હતી. પરંતુ હવે આજના સમયમાં ટેલીફોન કંપનીઓ સેટેલાઈટ દ્વારા યુઝરના સેલફોનમાં જ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા લાગી છે.

ઇન્ટરનેટ પર કોઈ દેશ કે એજન્સી નો કોઈ અધિકાર નથી હોતો. આપણા દેશની વાત કરીએ તો ભારતે 8 લાખ કિલોમીટર થી પણ વધુ લંબાઈવાળા ઓપ્ટિકલ ફાઇબર કેબલ સમુદ્રમાં પાથરેલા છે. જેના કારણે 90% યુઝરો ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે. તેમાં ઓછું નુકસાન અને ઓછો ખર્ચ પણ થાય છે. ઘણી વખત આ કેબલ્સને સમુદ્રી જહાજો દ્વારા પણ નુકસાન થાય છે. આવી સ્થિતિમાં આ કેબલ્સ ની 24 કલાક સુરક્ષા કરવામાં આવે છે અને કોઈપણ ક્ષતિ થતા વેત જ તરત તેને રીપેરીંગ કરવામાં આવે છે.

ઈન્ટરનેટની શોધ ક્યારે થઈ ?

1969 માં ટીમ બર્નર્સ લી એ ઈન્ટરનેટની શોધ કરી હોવાનું ઇતિહાસ કહે છે. તેને સૌપ્રથમ સન 1969 માં અમેરિકાના સુરક્ષા વિભાગ દ્વારા એડવાન્સ રિસર્ચ પ્રોજેકટ એજન્સી નેટવર્કના ગુપ્ત આંકડાઓ અને સુચનાઓને લાંબા અંતરે આવેલા રાજ્યોમાં મોકલવા તથા ત્યાંથી મેળવવા માટે પ્રયોગ કર્યો હતો. આપના દેશની વાત કરીએ તો ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત 1980 માં થઈ હતી.

ઈન્ટરનેટનો સુગમ ઉપયોગ કરવાનો શ્રેય એપ્પલ નામની કંપનીને જાય છે જેણે 1984 માં કોમ્પ્યુટરમાં ફાઇલ ફોલ્ડર અને ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો જેના કારણે આજના સમયમાં ઈન્ટરનેટ વાપરવું જેટલું સરળ બન્યું તે શક્ય બન્યું. જો એપ્પલ કંપની એ કામ માટે નિમિત્ત ન બની હોત તો આજે પણ આપણે કોડિંગ કરીને ઈન્ટરનેટ વાપરવું પડત.

ખાસ કરીને કોમ્પ્યુટરનો વિકાસ થયા પછી તેમાં રાખવામાં આવેલ આંકડાઓ અને સૂચનાઓ નું આદાન પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. અને આ જરૂરિયાતને લઈને અલગ અલગ યુનિવર્સિટીઓ અને સરકાર દ્વારા પ્રાયોજિત કોમ્પ્યુટર નેટવર્કનો શોધ અને શિક્ષણ માટે ઇન્ટરનેટ નો વિકાસ કરવામાં આવ્યો. ધીરે ધીરે ઇન્ટરનેટ નો વિકાસ વધતા તેના અઢળક ફાયદાઓ અને તેનું મહત્વ અન્ય ક્ષેત્રોમાં પણ જોવામાં આવ્યું. અને આ રીતે આ ટેકનિક વિશ્વભરમાં બધે જ ફેલાઈ ગઈ. ઇન્ટરનેટના સમયમાં એ જરૂરી નથી કે કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાય વધારવા માટે કે અંગત મુલાકાત માટે કલાકો સુધી યાત્રા કરીને બીજા સ્થળે જાય. પરંતુ તેનું કામ ઇન્ટરનેટના કારણે સાવ સરળ બની ગયું.

આજના સમયમાં આપણે વીડિયો કોલ કોંન્ફ્રન્સ અને વોઇસ કોલિંગ એવી સુવિધાઓનો ઉપયોગ કોઈપણ જગ્યાએ થી કરીને કોઈપણ વ્યાપારીક કે અંગત મીટીંગ નો ભાગ બની શકીએ છીએ. ઇન્ટરનેટ ની શોધ બાદ તેના પ્રારંભિક સમયમાં તેની સ્પીડ કે બી પી એસ માં હતી. બાદમાં ધીરે ધીરે એમ.બી.પી.એસ અને હવે જી બી પી એસ માં સ્પીડ આવે છે. આ સ્પીડ ઘણી ઝડપથી ડેટા અને સૂચનાઓનું આદાન-પ્રદાન કરી શકે છે.

ઇન્ટરનેટ ને જોવા અને તેમાં રહેલી માહિતી તથા સૂચનાઓને એકત્રિત કરવાના કાર્યને સર્ફિંગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવું એ બહુ અઘરી બાબત નથી. પરંતુ ઇન્ટરનેટ પર ડેટા, માહિતી અને સૂચનાઓ અપલોડ કરવા માટે વિવિધ પ્રકારના સોફ્ટવેર ની જરૂર પડે છે. અને એ સોફ્ટવેર બનાવવા એ ઘણું અઘરું કામ છે.

ઇન્ટરનેટની પોતાની એક અલગ જ દુનિયા છે. અને આ દુનિયા સાથે કનેક્ટ થવા માટે ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કામાં ઇન્ટરનેટ યુઝર ફક્ત ઇન્ટરનેટ પર રહેલી સૂચનાઓ અને ડેટા જોઈ શકે છે.

બીજા તબક્કામાં ઇન્ટરનેટ યુઝર તેનો એટલે કે ઇન્ટરનેટનો એક આંશિક ભાગ બની જાય છે. એટલે કે તે ઇન્ટરનેટ પર રહેલી માહિતી અને ડેટા એકત્રિત કરવા ઉપરાંત પોતાની એક વેબસાઈટ પણ બનાવી શકે છે.

ત્રીજા તબક્કાની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં ઇન્ટરનેટ યુઝર પોતે જ ઇન્ટરનેટ પ્રણાલીનો મુખ્ય ભાગ બની જાય છે. જે રીતે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આપણા કોમ્પ્યુટર અને મોબાઇલ પર ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવનાર દુકાનદાર કે સર્વિસ પ્રોવાઇડર હોય છે. જેને આપણે માસિક કે એક અથવા બે વર્ષ માટે રિચાર્જ કરાવીએ છીએ. પરંતુ સર્વિસ પ્રોવાઇડર તેનો અસલ હકદાર નથી.

ઈન્ટરનેટના અમુક સામાન્ય શબ્દો

ઈ-મેલ – એક ઈન્ટરનેટ યુઝર દ્વારા અન્ય યુઝરને ફોટો, વીડિયો, દસ્તાવેજ, ડોક્યુમેન્ટ અને ફાઇલ ચોક્કસ આઈડી પર મોકલવાને ઈમેલ કહેવાય છે.

KBPS – કિલો બાઈટ પર સેકન્ડ

MBPS – મેગા બાઈટ પર સેકન્ડ

GBPS – ગીગા બાઈટ પર સેકન્ડ

સર્ફિંગ – ઈન્ટરનેટ પર રહેલી માહિતી અને વિવિધ ફાઈલોને શોધવાની પ્રક્રિયાને સર્ફિંગ કહેવાય છે.

વેબસાઈટ – કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા ખાસ માહિતી અને ફાઇલ અન્ય યુઝર માટે ઉપલબ્ધ કરાવવાની સુવિધાને વેબસાઈટ કહેવામાં આવે છે.

વાયરસ – અસામાજિક તત્વો દ્વારા અન્ય લોકોની કોમ્પ્યુટર અને ડિવાઇસ પ્રણાલીને નુકશાન પહોંચાડવા માટે કરવામાં આવતી ડિજિટલ છેતરપીંડીને વાયરસ કહેવાય છે.

કોણ છે ઈન્ટરનેટ ચલાવનાર ?

અહીંયા એ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે ઇન્ટરનેટ કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી વ્યવસ્થા નથી. પરંતુ આ એક વિશાળાને સ્વતંત્ર કો-ઓપરેશન વ્યવસ્થા છે. એટલે આનો સીધો અર્થ એવો થાય કે ઇન્ટરનેટ પર કોઈ સંસ્થા, કોઈ વ્યક્તિ કે સરકારી સંસ્થાનો અધિકાર નથી. પરંતુ અમુક એજન્સીઓ સલાહ આપીને એક મર્યાદા નિર્ધારિત કરીને ચોક્કસ મુદ્દાઓ પર માહિતી આપીને મદદરૂપ થઈ રહી છે.

ઈન્ટરનેટના ફાયદાઓ

– ઇન્ટરનેટ ના કારણે આપણે વિશ્વના કોઇ પણ ખૂણે રહેલા વ્યક્તિ સાથે કોઈપણ મૂલ્ય ચૂકવ્યા વિના કલાકો સુધી વાતો કરી શકીએ છીએ.
– ઇન્ટરનેટ એક વર્લ્ડ વાઈડ વેબ છે. જેની સહાયતા થકી આપણે વિશ્વના કોઈપણ સ્થળે પોતાનો ઈમેલ કે જરૂરી દસ્તાવેજો ને આંખના પલકારા ના સમયમાં જ મોકલી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ.
– ઇન્ટરનેટ એ મનોરંજન નું પણ બહુ લોકપ્રિય માધ્યમ છે. ઇન્ટરનેટના માધ્યમથી આપણે સંગીત, ગેમ્સ, ફિલ્મો ને વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના જ ડાઉનલોડ કરી શકીએ છીએ. અને આપણા કંટાળાને દૂર કરી શકીએ છીએ.
– ઇન્ટરનેટના કારણે આપણે ઇલેક્ટ્રિસિટી, પાણી અને વીજળીના બિલને પણ ઘરે બેઠા જ કોઈ પણ મુશ્કેલી અનુભવ કર્યા વગર અને લાંબી લાઈનોમાં ઊભા રહેવા માંથી છુટકારો મેળવીને ભરી શકીએ છીએ. એ ઉપરાંત રેલવે ટીકીટ, હોટલ બુકીંગ, ઓનલાઈન શોપિંગ, ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન બેન્કિંગ જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકીએ છીએ.
– ઈન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતા નાણાકીય અને વ્યાપારિક પ્રયોગોને કારણે વ્યવસાયને એક અલગ જ સીમાચિહ્ન મળી રહ્યું છે જે ઇન્ટરનેટ ને આભારી છે.
– અનેક સોશિયલ સાઇટના માધ્યમથી આપણે અલગ અલગ જગ્યાએ વસતા લોકોને મિત્રો બનાવી શકીએ છીએ. જેનાથી આપણને કંઈક નવું શીખવા પણ મળે છે.

ઈન્ટરનેટનાં ગેરફાયદાઓ

– ઇન્ટરનેટના કારણે ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવેલી આપણી અંગત માહિતીઓની ચોરી કરવાના કિસ્સાઓ વધવા પામ્યા છે. જેમ કે ક્રેડિટ કાર્ડ ના નંબર બેન્ક કાર્ડ ના નંબર વગેરે..
– આજના સમયમાં ઇન્ટરનેટ નો ઉપયોગ જાસુસો દ્વારા પણ કરવામાં આવે છે. તેઓ જે તે દેશની સુરક્ષા વ્યવસ્થા ને તોડવા માટે ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે જે સુરક્ષા ની દ્રષ્ટિએ ખતરનાક સાબિત થઈ શકે છે. આજના સમયમાં ગુપ્ત દસ્તાવેજો ની ચોરી પણ સામાન્ય બની ગઈ છે.
– ઈન્ટરનેટના કારણે રેલવે ટીકીટ, હોટલ બુકીંગ, ઓનલાઈન શોપિંગ, ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન બેન્કિંગ જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકીએ છીએ પરંતુ તેના કારણે તમારી પર્સનલ માહિતી જેમ કે નામ, સરનામું, ફોન નંબર વગેરેનો ગેરઉપયોગ પણ થઈ શકે છે.
ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે લોકોને કેન્સર થવાના જોખમ પણ વધ્યા છે. ઇન્ટરનેટના વ્યાપક ચલણને કારણે અમુક આસામાજિક તત્વો બીજાની કોમ્પ્યુટર પ્રણાલીને નુકસાન પહોંચાડવા માટે વાયરસ પણ મોકલે છે.
– જે લોકો એક વખત ઇન્ટરનેટ નો ઉપયોગ કરી લે છે તેઓને ઇન્ટરનેટનો વારંવાર ઉપયોગ કરવાની લત પણ લાગી શકે છે. અને આગળ જતા ઇન્ટરનેટ વગર એક કલાક કાઢવી પણ તેમના માટે મુશ્કેલ બની જાય છે.
– ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફી માહિતી પણ પીરસવામાં આવે છે જે સંસ્કારી લોકો અને બાળકોના માનસમાં વિપરીત અસર કરે છે અને તેઓ અંધકારની ગર્તામાં ધકેલાય જાય છે.

Leave a Comment