Metaverse એટલે શું ?

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ પોતાની કંપની facebook નું નામ બદલીને મેટા રાખવાનું નક્કી કર્યું છે. અને તેની જાહેરાત પણ કરી દીધી છે. એના પાછળનું કારણ Metaverse કોન્સેપ્ટ છે. આ જાહેરાત બાદ લોકો ઇન્ટરનેટ પર Metaverse વિશે જાણવા સર્ચિંગ કરતા હોય છે. લોકોને એ જાણવાની ઈચ્છા છે કે આખરે આ Metaverse છે શું ? એ કઈ રીતે કામ કરે છે એને તે આટલું બધું મહત્વનું કેમ આપવામાં આવી રહ્યું છે ?

 

અમુક સમય પહેલા Metaverse માત્ર એક કલ્પના હતી. જે આભાસી વાસ્તવિકતા સાથે દુનિયાના મિશ્રણને દર્શાવતી હતી. પરંતુ હવે facebook એ આ આભાસી દુનિયાને વાસ્તવિકતા માં બદલવાનો નિર્ણય કર્યો છે.

હવે આવનારા સમયમાં આપણે Metaverse ના શાનદાર પરિણામો નો અનુભવ કરીશું. જે ઇન્ટરનેટ ની દુનિયાને સમૂળગી બદલાવીને રાખી દેશે.

હવે કદાચ તમારા મનમાં પણ એ સવાલ ઉદભવી રહ્યો હશે કે આખરે આ Metaverse શું છે ? કેમ સોશિયલ નેટવર્કિંગ સાઈટ કંપનીઓ Metaverse ને લઈને આટલી ગંભીર છે ? ત્યારે આજના આ લેખમાં અમે આપને Metaverse ની વિસ્તૃત જાણકારી આપવા માંગીએ છીએ. જેને જાણ્યા બાદ તમારા મોટાભાગના સવાલોનો જવાબ તમને મળી જશે. તો ચાલો આગળ વધી અને જાણીએ કે Metaverse એટલે શું ?

Metaverse એટલે શું ?

Metaverse એક એવો કોન્સેપ્ટ છે. જેમાં ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી બંને એક સાથે મળીને કામ કરે છે. જોવા જઈએ તો આ એક પ્રકારે થ્રીડી દુનિયાની જેમ જ નજરે પડે છે.

ઓગમેન્ટેડ રિયાલિટી

ઓગમેન્ટ રિયાલિટી એ એક એવી ટેકનીક છે જેના દ્વારા ડિજિટલ દુનિયા તૈયાર કરવામાં આવે છે. જે હુબહુ આપણી આસપાસના વાતાવરણની જેમ દેખાય છે. અને જોવા માટે એકદમ વાસ્તવિક હોય તેવો આભાસ કરાવે છે. આ ટેકનીક નો ઉપયોગ મોટાભાગે ડિજિટલ ગેમિંગ, સેનાને ટ્રેનીંગ આપવા માટે, એન્જિનિયરિંગ ડિઝાઇન, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રમાં કરવામાં આવે છે. તેનું સૌથી સારું ઉદાહરણ pokemon go ગેમ્સ છે.

 

વર્ચ્યુઅલ રિયાલિટી

વર્ચ્યુઅલ રિયાલિટી એક એવી ટેકનીક છે જ્યાં એક આભાસી દુનિયા તૈયાર હોય છે. આ ટેકનિકમાં એક દ્રશ્ય અને અવાજ નો ઉપયોગ કરવામાં આવે છે આ માટે એક અલગથી હેડ સેટ બનાવવામાં આવે છે જેમાં એક ખાસ પ્રકારનો કેમેરો લગાવવામાં આવેલો હોય છે. જેમ કે VR હેડસેટ. આ ટેકનોલોજી નો ઉપયોગ ગેમિંગ ની સાથે સાથે પ્રોફેશનલ ટ્રેનિંગ આપવા માટે જેમ કે પાયલોટ, ડોક્ટર અને હોસ્પિટલ સેક્ટર વગેરેમાં કરવામાં આવે છે.

Metaverse એક વર્ચ્યુઅલ વાતાવરણ હોય છે જેમાં આપણે ઇન્ટરનેટ દ્વારા તેનું એક્સેસ કરી શકીએ છીએ. હાલમાં આ પ્રકારનું વાતાવરણ માત્ર વિડીયો ગેમ્સમાં જ જોવા મળે છે. જેમાં યુઝર પાસે એક કેરેક્ટર હોય છે જે હાલચાલ કરી શકે છે અને બીજા પ્લેયર્સ સાથે ઇન્ટરેક્ટેડ કરી શકે છે. બરાબર આ જ રીતે આપણે Metaverse દ્વારા રીયલ દુનિયાને ફીલ કરી શકીશું. અમુક લોકો Metaverse ને ઇન્ટરનેટ ડેવલપમેન્ટનું આગલું સ્ટેજ પણ માને છે.

Metaverse પર અનેક પ્રકારની સાયન્સ ફિલ્મો પણ બની ચૂકી છે અને પુસ્તકો પણ લખાય ચૂક્યા છે. જેમાં વર્ચ્યુઅલ વર્લ્ડ એન્વાયરમેન્ટ વિશે જણાવવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે ઓનલાઈન ઈન્ટ્રેક્શન માત્ર મીડિયા કે મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા કરી રહ્યા હતા પરંતુ Metaverse આવ્યા બાદ આપણે વાસ્તવિક દુનિયાની જેમ જ લોકો સાથે ઇન્ટરરેક્ટ કરી શકીશું.

આ માટે એક નવું ઓનલાઈન સ્પેસ તૈયાર કરવામાં આવશે. જે વર્ચ્યુઅલ વર્લ્ડ ની જેમ હશે. આ સ્પેસમાં આપણે આપણા સંબંધીઓ અને મિત્રો સાથે વાતચીત કરી શકીશું, તેમની સાથે ફરવા પણ જઈ શકશું, અને તેમની સાથે શોપિંગ પણ કરી શકીશું. આ સાથે જ આપણે Metaverse માં કાર, બાઈક કે ઘર પણ ખરીદી શકીશું. અને તેને રીયલ લાઈફ ની જેમ જ ઉપયોગ પણ કરી શકીશું.

Metaverse નો અર્થ શું થાય છે ?

Metaverse શું છે ? એ જાણ્યા બાદ હવે આપણે Metaverse શબ્દનો અર્થ શું થાય છે તેના વિશે જાણીએ. Metaverse અસલમાં બે શબ્દ મળીને એક શબ્દ બન્યો છે. મેટા + વર્ષ નો મતલબ એ થાય છે થી ઉપર (બહાર) અને વર્સ શબ્દ યુનિવર્સ થી લેવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે બ્રહ્માંડ. આ રીતે અર્થ કાઢીએ તો Metaverse શબ્દનો અર્થ એવો થાય છે કે બ્રહ્માંડ થી બહાર. આ શબ્દ જ દર્શાવે છે કે આવનારા સમયમાં ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલી ચીજો કેવી થઈ જશે.

Metaverse મહત્વપૂર્ણ કેમ છે ?

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળ આવ્યા બાદ આપણી લાઇફમાં ઘણા ખરા બદલાવ આવ્યા છે. આ જ બદલાવમાં એક સૌથી મોટો બદલાવ વર્ક ફ્રોમ હોમનો હતો. લોકો પોતાના ઘરથી જ કામ શરૂ કરી પૈસા કમાઈ રહ્યા હતા. ત્યારબાદ રીયલ દુનિયાની જેમ ઇન્ટરેક્શન ની માંગ વધવા લાગી. આ માંગને પૂરી કરવા માટે કંપનીઓ પણ Metaverse તરફ વધવા આગળ વધવા લાગી. કોરોના કાળ બાદ લોકો મોટાભાગના કામ ઘર બેઠા જ અને વાતચીત પણ ઘર બેઠા જ કરી રહ્યા છે. VR અને AR ને જો Metaverse નું નાનું સ્વરૂપ કહેવામાં આવે તો પણ કંઈ ખોટું નહીં કહેવાય.

Facebook નું નામ મેટા કેમ રાખવામાં આવ્યું ?

આપણે સૌ જાણીએ છીએ કે facebook કંપનીનું નામ હવે મેટા થઈ ચૂક્યું છે. તેની જાહેરાત કંપનીના સીઈઓ ખુદ માર્ક ઝુકરબર્ગ એ 28 ઓક્ટોબર 2021 ના રોજ કરી હતી. અસલમાં માર્ક એવું ઈચ્છે છે કે તેની કંપની માત્ર એક સોશિયલ મીડિયા કંપનીની જેમ ના રહે અને તેનાથી આગળ વધીને કંઈક અલગ કરે. અને આમ કરવા માટે Metaverse જરૂરી છે. માર્ક ઝુકરબર્ગ ના કહેવાનું Metaverse ઇન્ટરનેટ નું ભવિષ્ય છે. અને એટલા માટે તેની કંપની Metaverse ની તૈયારી કરી રહી છે. આ માટે કંપની આવનારા સમયમાં દસ હજાર લોકોને કામે રાખશે જે Metaverse બનાવવામાં કંપનીની મદદ કરે. જો કે કંપનીની એપ નું નામ પહેલાની જેમ જ રહેશે જેમ કે facebook, instagram, whatsapp વગેરે.

Metaverse ની સામે રહેલા પડકારો

નિષ્ણાતો ના કહેવા અનુસાર Metaverse નું નિર્માણ ઘણું પડકાર જનક રહેશે. Metaverse માટે જે પ્રકારે પાયાના માળખાની જરૂર છે તે અત્યારના સમયમાં આપણી પાસે ઉપલબ્ધ નથી. વર્તમાનમાં ઉપયોગમાં આવતા ઇન્ટરનેટ એક ડિઝાઇન સુધી સીમિત છે Metaverse ને આગળ લઈ જવા માટે એક પારંપરિક ઇન્ટરનેટની સરખામણીએ વધુ સારું હોય તેવા ઇન્ટરનેટની જરૂર પડશે.

ઇન્ટરનેટ ની સ્પીડને પણ વધુ સારી બનાવવી પડશે. અત્યારે વિશ્વમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ નેટવર્ક તરીકે 4G ઉપલબ્ધ છે. જે ફક્ત નાના મલ્ટીપ્લેયર એપ્સ ને વ્યવસ્થિત ચલાવી શકે છે. પરંતુ Metaverse પર આધારિત એપ્સ જેમાં સેંકડો લોકો એક સાથે ઓનલાઈન હશે. તેને સંભાળવું અત્યારની ઇન્ટરનેટ સિસ્ટમ માટે અશક્ય જેવું છે. હાલમાં આખી દુનિયામાં 5g પર કામ ચાલી રહ્યું છે જ્યારે Metaverse ને આગળ લઈ જવા માટે 6G ની પણ જરૂર પડશે.

સાથે જ ડેટા સુરક્ષા ને લઈને પણ કંપનીઓ અને યુઝર્સ વચ્ચે સહમતી સ્થાપિત કરવી પણ ઘણી મુશ્કેલીનું કામ છે. એ સિવાય આપત્તિજનક કન્ટેન્ટ રોકવા અને તેના સંચાર પર નિયંત્રણ માટે નવા નિયમોની પણ જરૂર ઊભી થશે.

Metaverse શબ્દની શરૂઆત ક્યાં અને કઈ રીતે થઈ ?

Metaverse શબ્દનો ઉપયોગ સૌથી પહેલા લેખક નિલ સ્ટીફેંસનએ સન 1992 માં પ્રકાશિત પોતાની નવલકથા ‘Snow crash (સ્નો ક્રેશ) માં કર્યો હતો. જ્યાં આ વાસ્તવિક લોકોના અવતારોમાં વસેલી એક 3D દુનિયા સંદર્ભીત હતી.

 

Leave a Comment