15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

 

સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

 

દેશના રાષ્ટ્રીય પર્વ પર તિરંગો ફરકાવવાનો રિવાજ છે અને સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

👉 સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર ઝંડો ફરકાવવામાં શું તફાવત હોયછે.

15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામા આવે છે, જેને ધ્વજારોહણ‘ કહેવાય છે.

અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હે છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે.

 

સ્વતંત્રતા દિવસ પર પીએમ કરે છે ધ્વજારોહણ

સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ)ના દિવસે મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સામેલ થાય છે, તેઓ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે રાષ્ટ્રપતિ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થાય છે, 26 જાન્યુઆરીને જો કે દેશમાં સંવિધાન લાગૂ થવાના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે, આ દિવસે સંવૈધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે.

Leave a Comment