મફતમાં ફોન સાફ કરી ફોનની આવરદા વધારતી એપ્લિકેશન

આજના આ આર્ટીકલ માં અમે આપને સારી અને ફ્રી માં તમારા ફોનને ક્લિયર કરનારી એપ્લિકેશન વિશે વાત કરવાના છીએ. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે google play store પર એવી અનેક એપ્લિકેશનનો ઉપલબ્ધ છે. જે તમારા સ્માર્ટફોન ને નકામા ડિજિટલ કચરાથી સાફ રાખવાનું કામ કરે છે. અને આવી એપ્લિકેશન મફતમાં ઉપલબ્ધ છે એટલે કે તેના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડેતો નથી.
આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્માર્ટફોનમાં અનેક એવી નકામી એપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલી હોય છે. જેનું આપણે કોઈ કામ હોતું નથી. અને તે બિનજરૂરી રીતે સ્માર્ટફોન ની જગ્યા રોકીને પડેલી હોય છે. એ સિવાય અનેક એવી એપ્લિકેશન આપણા સ્માર્ટફોન માં રહેલી હોય છે જેને આપણે રોજબરોજ ઉપયોગમાં લઈએ છીએ. આવી એપ્લિકેશન્સ ના વપરાશને કારણે સ્માર્ટ ફોનમાં ડિજિટલ કચરો જમા થઈ જતો હોય છે. તેને સ્માર્ટફોન ની ભાષામાં કેચ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. જો આ ડિજિટલ કચરાને સમયાંતરે સાફ કરવામાં ના આવે તો તે તમારા ફોનને જામ કરી શકે છે.
જેમ આપણે ઉપર વાત કરી તેમ આવા ડિજિટલ કચરાને સાફ કરવા માટે google play store ઉપર ઘણી બધી એપ્લિકેશન ઉપલબ્ધ છે. મોબાઈલ ફોનમાં રહેલા વાયરસ ને હટાવવા માટે પણ આવી એપ્લિકેશન્સ નો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તમે ઈચ્છો તો મોબાઈલ ફોનમાં રહેલા ડિજિટલ કચરાને સાફ કરવા માટે સેટિંગમાં જઈને પણ તમારો ફોન સાફ કરી શકો છો. પરંતુ તે કામ થોડું મુશ્કેલ છે. એની સરખામણીએ અમુક એપ્લિકેશન દ્વારા ફક્ત થોડી ક્લિકમાં જ તમારા ફોન સાફ થઈ શકે છે.
મોબાઇલમાં ડિજિટલ કચરો કેવી રીતના જમા થાય છે ?
મોબાઈલ ફોનમાં રહેલો ડિજિટલ કચરો સાફ કરવા પહેલા તમને એ પણ ખબર હોવી જોઈએ કે સ્માર્ટફોનમાં આ ડિજિટલ કઈ રીતે જમા થાય છે. સામાન્ય રીતે સ્માર્ટફોનમાં ડિજિટલ કચરો જમા થવાના અનેક કારણ હોઈ શકે છે. જે પૈકી અમુક વિશે તો આપણે જાણતા હોઈએ છીએ પરંતુ અમુક વિશે આપણે નથી જાણતા હોતા.
મોબાઈલ ફોનમાં ન્યુઝ ફાઈલ કે કેચ મેમરી જમાં થવાનું સૌથી મોટું કારણ એ છે કે એ એપ્લિકેશન્સ જે મોબાઇલમાં ઇન્સ્ટોલ થયેલી હોય છે અને વારંવાર તે એપ્લિકેશનનો વપરાશ થવાથી તેના અંદરની અંદર હિસ્ટ્રી જમા થતી જાય છે. જે બાદમાં એક મોટું સ્વરૂપ લઈ લે છે.
જો તમે તમારા સ્માર્ટફોનમાં વધુ પડતી ગેમ એપ્લિકેશન્સ કે google સર્ચિંગ કરતા હોય તો પણ મોબાઈલમાં કેચ મેમરી જમા થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મોબાઈલ પર એક એક ક્લિક કરવાથી પણ ધીમે ધીમે નાની મોટી માત્રામાં કેચ મેમરી ડિજિટલ કચરા સ્વરૂપે જમા થતી જાય છે.
મોબાઇલમાં એવી એપ્લિકેશન જે તમારા માટે કોઈ કામની નથી છતાં રહેલી હોય છે. આવી એપ્લિકેશન ના કારણે પણ ડિજિટલ કચરો જમા થાય છે. એ સિવાય youtube, facebook, whatsapp વગેરે જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ પણ જેટલો વધારે થતો હશે એટલો જ વધારે ડિજિટલ કચરો જમા થશે.
મોબાઈલ સાફ કરવાના ફાયદા શું શું છે ?
આપણે સૌ જાણીએ છીએ કે રસ્તા, રોડ કે શેરી કે પછી તમારો પોતાનો સ્માર્ટફોન. ગમે ત્યાં જમા થયેલો કચરો સાફ કરવો જ જોઈએ. અને તેના અનેક ફાયદાઓ પણ છે તેના વિશે આપણે અહીં આગળ ચર્ચા કરીએ.
મોબાઈલની સ્પીડ ફાસ્ટ થઈ જાય છે
તમારા સ્માર્ટફોન ને ડિજિટલ કચરામાંથી મુક્ત કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે કચરો સાફ થયા પછી તમારા મોબાઇલની સ્પીડ ફાસ્ટ થઈ જાય છે અને મોબાઈલ વપરાશ કરવો આનંદદાયક લાગવા લાગે છે.
મોબાઈલ હેંગ નથી થતો
જો તમે તમારા સ્માર્ટ ફોન ને સમયાંતરે સાફ કરતા હોય તો તમારો સ્માર્ટફોન ક્યારે હેંગ નહીં થાય અને તેની પ્રોસેસ પણ ફાસ્ટ થઈ જશે.
મોબાઈલ ગરમ નથી થતો
મોબાઇલને ડિજિટલ કચરા થી સાફ કરવાનો એક ફાયદો એ પણ છે કે તેના કારણે તમારો સ્માર્ટફોન ગરમ નથી થતો. જે આજકાલ ખરા સ્માર્ટફોન યુઝરોની ફરિયાદ રહેતી હોય છે. મોબાઈલ ગરમ થવાથી તેની સ્પીડ પણ ઓછી થઈ જાય છે.
બેટરી લાંબો સમય ચાલે છે
આ સમસ્યા તો લગભગ બધા જ સ્માર્ટફોન યુઝરોની છે કે તેના ફોનમાં બેટરી બહુ ઓછી ચાલે છે. પરંતુ તમે ડિજિટલ કચરો સાફ કરીને તમારી બેટરી લાંબા સમય સુધી ચલાવી શકો છો.
સારી અને ફ્રી માં મોબાઇલ સાફ કરનારી એપ્લિકેશન કઈ કઈ છે ?
આમ તો તમે મોબાઇલ સાફ કરવા નું કામ કરતી એપ્લિકેશનસ તમારા ફોનમાં સર્ચ કરો છો ત્યારે તમારી સામે આવા પ્રકારની અનેક એપ્લિકેશન ના વિકલ્પો જોવા મળે છે. પરંતુ અમે અહીં આપને 4 એવી એપ્લિકેશન વિશે જણાવી રહ્યા છીએ જે માત્ર મોબાઇલનું ડિજિટલ કચરો જ આપતા નથી કરતી. પરંતુ તમારા સ્માર્ટફોનને ડેટા અને વાયરસ થી પણ સુરક્ષિત રાખે છે.
1. Phone Cleaner – Cache Cleaner
આ એપ્લિકેશન સૌથી વધુ યુઝરો દ્વારા વપરાશ કરવામાં આવતી એપ્લિકેશન છે. જ્યારે આ એપ્લિકેશન નવી નવી બહાર આવી હતી ત્યારે તેનાથી માત્ર મોબાઇલ ક્લીન થતો હતો. પરંતુ હવે તેમાં અનેક નવા ફીચર્સ જોડી તેને અપડેટ કરવામાં આવી છે. જેથી હવે તે તમારા મોબાઇલમાં ડિજિટલ કચરો સાફ કરવાની સાથે સાથે મોબાઇલમાં રહેલા વાયરસને પણ રીમુવ કરી નાખે છે. તથા વાઇફાઇ પાસવર્ડ તેમજ ડેટાને પણ સુરક્ષિત રાખે છે. એ સિવાય આ એપ્લિકેશન તમારા મોબાઇલ ની બેટરી નો વપરાશ પણ બચાવે છે.
આ એપ્લિકેશન google play store પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. અત્યાર સુધી આ એપ્લિકેશન 50 મિલિયન થી પણ વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
2. One Booster: Antivirus & Cleaner
આ પણ એક ટોપ લેવલની શાનદાર એપ્લિકેશન છે. તે તમારા મોબાઇલ માંથી નકામી મેમરીને હંમેશા માટે કાઢી નાખે છે. એપ્લિકેશન ના નામ પરથી જ તમે જાણી ગયા હશો કે આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં રહેલા વાયરસને પણ દૂર કરી શકે છે. જો આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ જાય તો તમારે વાયરસ કે ડિજિટલ કચરા ની ચિંતા કરવાની જરૂર નથી.
તેને વિશ્વાસનીયતાની ખાતરી એ પરથી જ લગાવી શકાય કે તેને અત્યાર સુધી 100 મિલિયન થી વધુ એન્ડ્રોઇડ યુઝરો પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે. અને બધા યુઝરોએ મળીને તેને 4.6 રેટિંગ પણ આપી છે. તમે એ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને પોતે જ તેનો અનુભવ મેળવી શકો છો.
3. Phone Master–Junk Clean Master
આ એપ્લિકેશનને અમે ત્રીજા ક્રમની સૌથી સારી એપ્લિકેશન ગણી છે. જે તમારા ફોનમાંથી ડિજિટલ કચરો સાફ કરીને તમારા ફોનને ફાસ્ટ બનાવી દે છે. એ સિવાય તે ફોન માસ્ટર, ક્લીન જંક ફાઇલ્સ, સ્પીડ બુસ્ટર, એપલોકર, ડેટા મેનેજર, એન્ડ્રોઇડ માટે જંક ક્લીનર, સીપીયુ કુલર, બેટરી સેવર, વાયરસ ક્લીનર વગેરે કામ કરી દે છે.
જો કોઈ એપ્લિકેશન ને 500 મિલિયન થી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા હોય તો એને વિશ્વાસનીયતા વિશે વધુ કંઈ જણાવવાની જરૂર નથી. તમે google play store પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો.
4. C Cleaner – Phone Cleaner
તમે કદાચ પહેલા પણ આ એપ્લિકેશનનું નામ સાંભળ્યું હશે કારણ કે આ એપ્લિકેશન બહુ પહેલા જ બનાવવામાં આવી હતી. આ એપ્લિકેશન દ્વારા પણ તમે તમારા મોબાઇલ નો ડિજિટલ કચરો સાફ કરી શકો છો અને મોબાઇલને વાયરસ થી સુરક્ષિત રાખી શકો છો.
અત્યાર સુધી 50 મિલિયન લોકોએ આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે. એટલે કે તેઓએ પોતાના સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે તેને 4.3 સ્ટારની રેટિંગ પણ આપી છે.