
અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં સિસ્ટમ થાય ત્યારે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે. હાલ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે, જ્યારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી નજીક હિંદ મહાસાગરમાં લો પ્રેશર સક્રિય છે. જેના પગલે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા છે. નર્મદા, તાપી, છોટા ઉદેપુર, અને ડાંગમાં કમોસમી વરસાદની શકયતા છે. જ્યારે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
પૂર્વ મધ્ય નજીક દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં સિસ્ટમ પરિવર્તિત થઈ છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી નજીક હિંદ મહાસાગર અને દક્ષિણ અંદમાન સમુદ્રમાં લો પ્રેશર સક્રિય છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે 6 કલાકે 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહી છે. ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ લક્ષદીપ 530 કિલોમીટર દૂર છે, જ્યારે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ પંજીમથી 580 કિ.મી. દૂર છે. પૂર્વ દક્ષિણ પૂર્વ સલાલાહથી 1610 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય છે. ડિપ્રેશન સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 17 ડિસેમ્બર સુધી આ સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય રહેશે.
શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાવવા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપી, છોટા ઉદેપુર, અને ડાંગમાં કમોસમી વરસાદની શકયતા છે. અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. શિયાળમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. સાથે વહેલી સવારે ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં તાપમાન હોવું જોઈએ તેના કરતાં 4થી 5 ડીગ્રી તાપમાન ઊંચું તાપમાન નોંધાયું છે. જોકે, 20 ડિસેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડીનો અહેસાસ થશે. માછીમારોને પૂર્વ મધ્ય નજીક દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર તરફ માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.