ઇ – સિમ એટલે શું ?

ઇ-સિમ શું છે ? અને આ કઈ રીતે કામ કરે છે ? સીમકાર્ડ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈપણ મોબાઇલમાં કનેક્ટિવિટી માટે સીમકાર્ડ જરૂરી છે. પરંતુ ટેકનિકની દુનિયામાં આજકાલ ઇ – સિમની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. તમે પણ કદાચ એના વિશે સાંભળ્યું હશે. બજારમાં એવા ઘણા બધા ફોન છે જેમાં ઇ – સિમ નો ઉપયોગ કરી શકાય છે. જેમ કે iphone 11 pro, અને pro max, samsung galaxy s20, અને s+, google pixel 4 વગેરે સાથે જ તેનો ઉપયોગ સ્માર્ટ વોચમાં પણ થઈ શકે છે. ઇ – સિમ ટેકનીક એ ટેક્નિક છે જેમાં તમારે તમારા ડિવાઇસ ની અંદર કોઈપણ ફિઝિકલ સીમકાર્ડ રાખવાની જરૂર પડતી નથી.

eSIM એટલે શું? - What is eSIM in Gujarati?
eSIM ના ફાયદા કયા કયા છે?
eSIMના ગેરફાયદા કયા કયા છે?
ભારતમાં eSIM ક્યાં મળે છે?
eSIM ટેકનોલોજી આવશે તો શું સાદા સિમ કાર્ડ મળતા બંધ થઈ જશે?

આજના આ આર્ટીકલ માં અમે આપને તેના વિશે વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેને જાણ્યા બાદ કદાચ તમને ઇ – સિમ બાબતે તમારા પ્રશ્નોનો ઉકેલ મળી જશે. તો ઇ – સિમ અસલમાં શું છે ? અને સામાન્ય સીમકાર્ડ કરતા તે કઈ રીતે અલગ પડે છે ? અને તેની કામ કરવાની પ્રણાલી શું છે ? આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવાનું શરૂ કરીએ અને ધીમે ધીમે એક પછી એક પ્રશ્ન નો ઉકેલ મેળવતા જઈએ.

ઇ – સિમ એટલે શું ?

eSIM એટલે embedded SIM (Embedded Subscriber Identity Module) આ કોઈપણ પ્રકારે ફિઝિકલ સીમકાર્ડ જેવું હોતું નથી. અને કોઈપણ ડિવાઇસમાં સીમકાર્ડ અને ડિવાઇસ વચ્ચે કોઈ ફિઝિકલ અદલાબદલી કરવાની જરૂર પડતી નથી. તેના માટે બસ જરૂરી છે કે તમારું ડિવાઇસ નેટવર્ક કે કેરિયર ઇ – સિમ ને સપોર્ટ કરે.

શરૂઆતમાં આપણે મીની સીમકાર્ડ નો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ ધીમે ધીમે માઈક્રો સીમકાર્ડ નો જમાનો આવ્યો અને ત્યારબાદ નેનો સીમ કાર્ડ આવ્યા અને ત્યારબાદ તો અનેક એવી ટેકનિકો આવી જેણે નેનો સીમકાર્ડને એથી પણ નાનું કરી દીધું. ઇ – સિમ અસલમાં તમારો ફોન ની અંદર લગાવવામાં આવેલી એક નાનકડી ચીપ ની જેમ જ કામ કરે છે. ઇ – સિમ એક re-writable chip છે. એટલે કે આપ જ્યારે ઈચ્છો ત્યારે તમારા network operator બદલી શકો છો. અહીં ઓપરેટર બદલવા માટે તમારે નવા સિમ કાર્ડ નો ઓર્ડર કરવાની કે નવું સીમકાર્ડ આવે તેની રાહ જોવી પડતી નથી. બસ આ માટે તમારે એક સામાન્ય ફોન કોલ કરવાનો રહે છે અને તમારું operator બદલાવી શકો છો.

ઇ – સીમ સાથે તમને ફોનમાં અમુક નવી સેટિંગ પણ જોવા મળશે જે તમારા સીમકાર્ડ ના કેરિયરને બદલવા અને એકાઉન્ટ મેનેજ કરવા માટે એલાઉ કરે છે. ઇ – સીમ ટેકનોલોજીને સપોર્ટ કરનાર સૌથી પહેલો ફોન google pixel 2 હતો. ત્યારબાદ iphone xs માર્કેટમાં આવ્યો જે ફિઝિકલ સિમ કાર્ડ અને ઇ – સીમ ને સેકન્ડરી સીમ તરીકે સપોર્ટ કરતો હતો.

ઇ – સીમ કઈ રીતે કામ કરે છે ?

ઇ – સીમ ઠીક એવી રીતે જ કામ કરે છે જેવી રીતે ટ્રેડિશનલ સીમકાર્ડ કામ કરે છે. પરંતુ અહીં ફર્ક માત્ર એટલો જ છે કે તમારા ફોનમાં તમારે ફિઝિકલ સીમકાર્ડ રાખવાની જરૂર પડતી નથી. ઇ – સીમ ને તમારા ડિવાઇસમાં weld કરી દેવામાં આવે છે.અને ઓવર ધ એર એક્ટિવેટ કરી દેવામાં આવે છે. આ માટે તમારે કોઈ મોબાઈલ ઓપરેટર ના સ્ટોર પર જવાની પણ જરૂર પડતી નથી. તેના ટેકનિકલ નામ eUICC (Embedded Universal Circuit Card) થી પણ ઓળખવામાં આવે છે.

દાખલા તરીકે જો તમારી પાસે આઈફોન xs છે અને તમે એક બીજો 4g LTE કનેક્શન ઉપયોગ કરવા માંગો છો. પરંતુ તમારો બીજો ફોન તમારી સાથે રાખવા નથી માંગતા તો આ માટે તમારે ઇ – સીમ સપોર્ટ કરતો હોય તેવા મોબાઇલ ઓપરેટર સાથે સંપર્ક કરવાનો રહે છે. અને તેનું સબસ્ક્રિપશન મેળવવાનું રહે છે. આ દરમિયાન મોબાઈલ ઓપરેટર તમારી પાસે એક ક્યુઆર કોડ મોકલશે જેમાં Subscription Manager Data Preparation (SM-DP), server address અને confirmation code સામેલ હોય છે.

જ્યારે મોબાઈલ ઓપરેટર તમારા ઇ – સીમ ને એક્ટિવેટ કરી દેશે ત્યારે આપમેળે જ ફોનની સેટિંગ દ્વારા સાવ સરળતાથી તમારા ફોન નંબર પ્રોફાઈલ અને અન્ય ડેટા સર્વિસ વચ્ચે સ્વીચ કરી શકો છો.

આ ટેકનીક એ સમયે બહુ સુવિધાજનક લાગે છે જ્યારે તમે globally ટ્રાવેલ કરી રહ્યા હોય. આ દરમિયાન તમારે વિદેશમાં ટ્રાવેલ સીમકાર્ડ ખરીદવાની જરૂર પડતી નથી. બસ તમારે એક સિમ્પલ QR કોડ સ્કેન કરવાનો રહે છે. અથવા તમારા ફોનના સ્ક્રીન પર જરૂરી ડેટા એન્ટર કરવાના રહે છે. આ બધું તમને ઇન્ટરનેશનલ રોમિંગ દરમિયાન લોકલ મોબાઇલ ઓપરેટરની સર્વિસ કવીક એક્ટિવેટ કરવા અને સ્વિચ કરવામાં ઉપયોગી થાય છે.

ભારતમાં ઇ – સીમ નેટવર્ક પ્રોવાઇડર કઈ કઈ કંપનીઓ છે ?

ભારતની વાત કરીએ તો ભારતમાં એરટેલ, jio અને vodafone આઈડિયા ઇ – સીમ નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ છે. આ ત્રણેય કંપનીઓ ઇ – સીમ ટેકનોલોજીની સપોર્ટ કરે છે.

ઇ – સીમ ના ફાયદા શું શું છે ?

હવે આપણે ઇ – સીમ વાપરવાના ફાયદા કયા કયા છે તેના વિશે વાત કરી રહ્યા છીએ. જેમાં આપણે ઉપર વાત કરી તેમ એ ટ્રેડિશનલ સીમ કાર્ડ થી બિલકુલ અલગ છે મુખ્ય ફાયદાઓ આ મુજબ છે.

1. ઇ – સીમ માટે તમારે ફિઝિકલી સીમકાર્ડ બદલવાની જરૂર પડતી નથી.

2. ઇ – સીમ માટે ડિવાઇસમાં સિમ ટ્રે ની જરૂર પણ પડતી નથી.

3. તેમાં યુઝર ફિઝિકલ સીમકાર્ડ બદલ્યા વિના ઝડપી અને સરળતાથી બીજા ઓપરેટરમાં સર્વિસ સ્વીચ કરી શકે છે.

4. ઇ – સીમ ની મદદથી તમે એક સાથે એકથી વધુ ડિવાઇસમાં ઇ – સીમ ને કનેક્ટ કરી શકો છો. દાખલા તરીકે જો તમારી પાસે એક સ્માર્ટ વોચ અને એક સ્માર્ટફોન છે તો તમે બંનેમાં એક જ ઇ – સીમ એક સાથે કનેક્ટ કરી શકો છો.

5. ઇ – સીમ ફોનમાં embed હોવાના કારણે સબસ્ક્રાઇબર ની બધી ઇન્ફોર્મેશન ને સ્ટોર કરીને રાખે છે. અને તેનો ઉપયોગ મોબાઇલ સબસ્ક્રાઈબરની ઓળખ અને ઓથેન્ટિફિકેશન કરવા માટે કરવામાં આવે છે.

6. ઇ – સીમ ને એક્ટિવેટ કરાવવા માટે જુના સીમના ડી એક્ટિવેટ થવા સુધી રાહ જોવી પડતી નથી. એટલા માટે તેને એક્ટિવેટ કરવું બહુ સરળ છે.

7. ઇ – સિમ multiple cellular profiles ને સ્ટોર કરી શકે છે અને આ રીતે કોઈપણ પ્રકારની બાધા વિના આખી દુનિયામાં કામ કરે છે.

8. ઇ – સિમ, traditional SIM card ની સરખામણીએ વધુ secure છે.

ઇ – સિમ ના ગેરફાયદાઓ શું શું છે ?

કોઈપણ ટેકનીક ના ફાયદાઓની સાથે તેના ગેરફાયદાઓ પણ હોય છે. એ જ રીતે ઇ – સિમના ગેરફાયદાઓ પણ છે. તેના વિશે જરા વિસ્તૃત વાત કરીએ.

1. જો તમારો ફોન ડેમેજ થઈ જાય તો ટ્રેડિશનલ સીમકાર્ડ ની સાથે તમે સરળતાથી પોતાનો ડેટા જેમ કે મેસેજ, કોન્ટેક્ટ વગેરે નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ ઇ – સિમ વાળા ડિવાઇસમાં આ શક્ય નથી થતું. અને યુઝરને ડેટા મેળવવા માટે કલાઉડ ઉપર નિર્ભર રહેવું પડે છે.

2. ઇ – સિમ એ યુઝર્સ માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે જેઓ સિમનો ઉપયોગ કરવા દરમિયાન પોતાને ટ્રેક હોવાથી બચાવવા માંગે છે. ટ્રેડિશનલ સીમકાર્ડ ડિવાઇસ માંથી કાઢીને ઓપરેટર ટ્રેકિંગથી બચી શકે છે પરંતુ ઇ – સિમ ડિવાઇસમાં ફિટ હોવાથી આવું કરવું શક્ય નથી બનતું.

3. ઇ – સિમ નો ડેટા કલાઉડ હોસ્ટિંગ થી હેક થવાની શક્યતા પણ રહેલી છે.

4. જો તમે એકથી વધુ ડિવાઇસ પર એક ઇ – સિમ નો ઉપયોગ કરી રહ્યા હોય અને નિયમિત અંતરે પોતાના ઓપરેટર બદલી રહ્યા હોય તો આવી સ્થિતિમાં કન્ફ્યુઝન ઊભી થઈ શકે છે. જો તમારા બધા ડિવાઇસીસ ઇ – સિમ સાથે કનેક્ટેડ હોય તો તમારે સોફ્ટવેર દ્વારા એ બધા ડિવાઇસીસ માં એક્ટિવેટ કરવાનું રહેશે જે માથાકૂટ નું કામ છે.

5. ઇ – સિમ ને એક્ટિવેટ કરવા માટે તમારે તમારા ઓપરેટર નો સંપર્ક કરવાનો રહે છે. અને તેના દ્વારા મોકલવામાં આવેલા યુઝર આઇડી અને પાસવર્ડને એન્ટર કરીને જ તમે તમારું ઇ – સિમ એક્ટિવેટ કરી શકો છો.

6. જો તમારા ફોનની બેટરી ઓછી હોય અને તમે કોઈ બીજા ડિવાઇસ દ્વારા ઇ – સિમ કનેક્ટ કરીને કોલ કરવા ઈચ્છતા હોય તો પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. કારણ કે ઇ – સિમ ને એક્ટિવેટ થવા માં થોડો સમય લાગે છે.

https://hindivibe.com/esim-kya-hai/

Leave a Comment